Friday, September 20, 2024

મોરબીની દોશી&ડાભી હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવની ગરીમામય ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની દોશી&ડાભી હાઈસ્કૂલમાં માધાપરવાડી કુમાર અને કન્યા શાળાનો પ્રવેશોત્સવ સંપન

મોરબીની દોશી & ડાભી માધ્યમિક શાળા ખાતે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની અંતર્ગત માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરતભાઈ ગોપાણીએ સૌના શાબ્દિક અભિવાદન કર્યું હતું અને બંને શાળા મળીને બાલવાટીકાના 80 બાળકો અને પહેલા ધોરણના 75 બાળકો અને દોશી&ડાભી માધ્યમિક શાળાના ધોરણ નવના 259 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે શાળાઓમાં હંમેશા ફૂલ નહિં તો ફૂલની પાંખડીરૂપે દાનની સરવાણી વ્હેવડાવનાર કેશુભાઈ કરમશીભાઈ હડિયલ વિનાયક એન્જીનીયરિંગ કે જેમને બાળકોના બ્લડ ગ્રૂપ ચેક કરવામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ તેમજ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિસિલ રહેતા ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયના શિક્ષિકા નીતાબેન પટેલ કે જેમને પણ બાળકોના બ્લડ ગ્રુપ ચેક કરવામાં અને દર મહિને બાળાઓની હાઈજીન માટે ખુબજ ઉપયોગી સેનેટરી પેડ અર્પણ કરવા બદલ માધાપર ગ્રામ પંચાયતના સરપંચ ડો.ગણેશભાઈ નકુમનું શાળાને ભૌતિક સુવિધાઓ પુરી પાડવા બદલ તેમજ પૂર્વ સરપંચ ચંદ્રેશભાઈ હડિયલનું તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે શિલ્ડ અર્પણ કરવા બદલ તેમજ રામજીભાઈ હંસરાજભાઈ હડિયલ, જયંતીભાઈ બેચરભાઈ ડાભી, કાનજીભાઈ મલાભાઈ પરમાર વગેરેનું શાળા માટે ઉપયોગી યોગદાન આપવા બદલ અને પોતાના રોજ બરોજના કામ ધંધાના ભોગે 24×7 હરહંમેશ શાળાનું ધ્યાન રાખનાર શાળા માટે 108 ની ભૂમિકા ભજવનાર કાળુભાઈ પરમાર વગેરેનું મહાનુભાવોના કર કમળોથી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

પ્રવેશોત્સવમાં માધાપરવાડી કન્યા શાળાની બાળા હેન્સી દિલીપભાઈ પરમારે પોતાની આગવી અને અનોખી શૈલીમાં બેટી બચાવો બેટી પઢાવો વિષય પર વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. તમામ મહાનુભાવોના વરદ હસ્તે ધો.3 થી 8 માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તેમજ CET અને NMMS ની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક તેમજ વેકેશનમાં સૌથી વધુ સ્પેલિંગ લખનાર તેમજ વર્ષ દરમ્યાન 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને મહાનુભાવોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તે રૂટના અધિકારી જે.પી.ઉઘરેજા મદદનીશ પશુપાલન નિયામકે આજના પ્રવેશપાત્ર તમામ બાળકોને ભણીગણીને ખૂબ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.માધાપરવાડી શાળાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પ્રવેશોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દોશી& ડાભી માધ્યમિક શાળાની બાળાએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી. પ્રવેશોત્સવ રૂટનું લાયઝનિંગ ચંદ્રકાંતભાઈ બાવરવા સીઆરસી કો.ઓર્ડીનેટરે કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર