Saturday, September 21, 2024

મોરબીના જોન્સનગરમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલ સીએનજી રીક્ષા સાથે બે ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જોન્સનગર -૮ શેરીમાં રોડ પરથી સીએનજી રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી જાણે દિવ બનતું જઈ રહ્યું તેવુ લાગી રહ્યુ છે શેરીએ ગલીએથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાય છે ત્યારે મોરબીના જોન્સનગર -૮ શેરીમાં રોડ પર આરોપીના કબ્જા ભોગવટા વાળી સીએનજી રિક્ષા રજીસ્ટર નંબર -જીજે-૩૬- ડબલ્યુ -૧૦૩૪ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૪ કિં રૂ.૧૪,૦૪૫ તથા રીક્ષાની કિં.રૂ. ૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન -૦૧ કિં રૂ. ૫૦૦૦ મળિ કુલ કિં રૂ. ૧,૧૯,૦૪૫ ના મુદ્દામાલ સાથે આરોપી અકતર ઉર્ફે અસરફ અલ્લારખાભાઈ ઓઠા (ઉ.વ.૨૦)રહે. કુળદેવી પાન પાછળ મોરબી -૨ તથા સલીમભાઈ ગુલામ હુસેનભાઇ ભટ્ટી (ઉ.વ‌.૪૦) રહે. જોન્સનગર -૮ મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક ઈસમ અસ્લમ માણેક રહે. મોંચીવાડ ધાંગધ્રા જી. સુ. નગરવાળો સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર