ટંકારાના હડમતીયા ગામેથી યુવક લાપત્તા
ટંકારા: ટંકારાના હડમતીયા ગામેથી કોઈને કહ્યા વગર જતા રહેતા યુવક લાપત્તા બનતા ગુમશુદા યુવકના પરીવારજનો દ્વારા ફરીયાદ નોંધાવાઈ.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા આશાબેન નરેશભાઈ પરમાર (ઉ.વ.૪૦) ને તેમના પતિ નરેશભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.૪૨) વચ્ચે બોલાચાલી થતા નરેશભાઈ ગુસ્સે થઈ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા વિના જતા રહેલ હોય અને આજદિન સુધી ઘરે આવેલ ન હોય અને આજુબાજુમા તેમજ સગા સબંધીમા તપાસ કરતા મળી ન આવતા મોરબી સીટી એ ડીવીજન સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.