મોરબીમાં ખેત મજુરને રીક્ષામાં બેસાડી નઝર ચુકવી રૂ.50 હજારની ચોરી
મોરબી: મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વૃદ્ધ કે મહિલાઓને રીક્ષામાં બેસાડી બાદમાં તેમની નઝર ચૂકવી રૂપિયા ખંખેરવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે મોરબીમાં ફરી રીક્ષા ગેંગનો આંતક જોવા મળ્યો છે જેમાં જીરૂ વેચી આવતા ખેતમજૂરને રીક્ષામાં બેસાડી ખીસ્સામાંથી રોકડ રૂ. ૫૦,૦૦૦ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ધોળા દિવસે ચોરીની ઘટનાઓ બનતા પોલીસની કામગીરી પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે ફરી મોરબીમાં રીક્ષા ગેંગનો આંતક સામે આવ્યો છે જેમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ જેઠાભાઈ કાનગડની વાડીએ રહેતા ગણપતભાઈ હજારીયા કોળી (ઉ.વ.૫૦) એ આરોપી સી.એન.જી. રીક્ષા ચાલક તથા તેની સાથે બે અજાણ્યા પુરૂષ તથા એક સ્ત્રી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મોરબીના શનાળા રોડ પર જીરું વેંચી રોડ ઉપર ઉભા હોય તે દરમ્યાન સી.એન.જી રીક્ષા ચાલક આરોપીએ પેસેન્જર તરીકે ફરીયાદિને રીક્ષામા બેસાડી અન્ય બે પુરૂષ આરોપી તથા સ્ત્રી આરોપીઓએ ઉલ્ટીનુ બહાનુ કરી ફરીયાદિની નઝર ચુકવી ફરીયાદિના પેન્ટના ખીસ્સામાથી રોકડ રૂ.૫૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.