Sunday, September 22, 2024

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024નું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટીક્સ (STEM) ક્ષેત્ર માં જ્ઞાનમાં અભિવૃધ્ધિ થાય તેવા આશય થી સમગ્ર ગુજરાત રાજ્ય માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓ “ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024″નું આયોજન કરેલ છે.

જેમાં આ સ્પર્ધામાં તાલુકા કમ જીલ્લા કક્ષાની ઓનલાઇન ક્વિઝ યોજાશે. જેમાં દરેક તાલુકા માંથી પસંદ થયેલ વિધાર્થીઓ અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્યકક્ષાએ ઓફલાઈન માધ્યમથી ભાગ લેવા જશે. આ ક્વિઝ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં હશે.

ગુજરાત સ્ટેમ ક્વિઝ-2024 માં ભાગ લેવા સાથે બાર્ક, ડી. આર. ડી. ઓ. તથા ઈસરો જેવી સંસ્થા ની મુલાકાત ઉપરાંત ₹ 2 કરોડ ના ઈનામો જીતવા ની અમુલ્યતક પણ છે. આ સ્ટેમ ક્વિઝનાં દરેક સ્પર્ધકને ઈ પ્રમાણપત્ર એનાયત કરવાં માં આવશે. મોરબી જીલ્લાની તમામ શાળાઓ નાં વિધાર્થીઓ વધુ નેવધુ ભાગ લે તેવાં હેતુથી મોરબી જીલ્લા માં ‘જીલ્લા શિક્ષણાધિકારી ” ડી.ઈ.ઓ. કચેરી તથા “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં 202 મોરબી તથા દરેક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓનાં આચાર્ય, તથા શિક્ષકમિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ક્વિઝમાં ભાગ લેવા તા. 30/ 06/ 2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરવું તે માટેની લીંક https://stemquiz.gujarat.gov.in/STEMStudentRegistration ગુજરાત સ્ટેમ ક્વિઝની વધુ માહિતી માટે – દિપેનભાઈ ભટ્ટ-97279 86386 નો સંપર્ક કરવો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર