મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર મહીલા ઝડપાઇ
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઢાર વિસ્તારમાં લીમડા નીચે તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઢાર વિસ્તારમાં લીમડા નીચે તીનપત્તીનો જુગાર રમતી ચાર મહિલા ભાવનાબેન પ્રવિણભાઇ સીતાપરા (ઉ.વ.૩૦), શીલ્પાબેન નવઘણભાઈ સીતાપરા (ઉ.વ.૨૭), રીટાબેન સંજયભાઈ સીતાપરા (ઉ.વ.૨૬) તથા અંકિતાબેન અશોકભાઈ ઉપાસીયા (ઉ.વ.૩૯) રહે. બધા જાંબુડીયા ગામ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.