હળવદમાં યુવતીને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદ: હળવદના રાણેકપર રોડ પર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં એક શખ્સ યુવતી સાથે નાની બાબતે ઝઘડો કરી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ મજુરી કરી હળવદમાં સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા જ્યોત્સનાબેન ગમજીભાઈ રાઠવા (ઉ.વ.૧૯) એ આરોપી સોહેલ સરફુદીન અબ્બાસ રહે. મૂળ ઉત્તરપ્રદેશની વતની હાલ રહે સિધ્ધી વિનાયક સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સોહેલ સરફુદ્દીન ફરીયાદી સાથે નાની-નાની બાબતે અવારનવાર ઝઘડો કરી મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.