માળીયા – કચ્છ નેશનલ હાઇવે પર ટ્રકનુ વ્હીલ શરીર પર ફરી વળતાં બાઈક ચાલકનું મોત
માળીયા (મી): માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ પર બાઇક સ્લીપ ખાઈ જતાં પાછળથી આવતા ટ્રકનું વ્હીલ ફરી વળતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ વાલજીભાઈ પડાયા (ઉ.વ.૩૬) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨- એઝેડ-૫૯૫૬ના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમનો મીત્ર સંજયભાઇ બંન્ને મોટરસાયકલ રજીસ્ટર નંબર -જી.જે. ૩૬ એ.જી.૧૧૩૮ વાળુ લઇને આવતા ત્યારે સંજયભાઇએ મો.સા. પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઇ જતા પાછળથી આવતા ટ્રક રજી. નં. જી.જે. ૧૨ એ.ઝેડ. ૫૯૫૬ ના ચાલકે પુરઝડપે બેફીકરાઇ થી અને ગફલતભરી રીતે ચલાવી બાઈક ચાલક સંજયભાઇના શરીરે ટ્રકનુ ટાયર ફેરવી દેતા સંજયભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.