હળવદમાં એક તરફા પ્રેમમાં યુવતીને સગાઈ તોડી નાખવા પ્રેમીએ આપી ધમકી
હળવદ: હળવદમાં એક તરફા પ્રેમમાં યુવતીને સગાઈ તોડી નાખવા દબાણ કરી પ્રેમીએ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ હળવદ વિસ્તારમાં રહેતી મહિલાએ આરોપી અતુલભાઈ પરસોતમભાઈ તારબુંદીયા રહે. કૃષ્ણનગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીને ફરીયાદીની દિકરી સાથે એક તરફી પ્રેમ હોય ફરીયાદીની દીકરીની સગાઇ થયા પછી આરોપીએ ફોન કરી સગાઇ નહી તોડે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદીની દિકરીનો પીછો કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.