ઘરફોડ ચોરી તથા ધાડના ગુન્હાનો આરોપી મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ઝડપાયો
મોરબી: મોરબીમાં ઘરફોડ ચોરી તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાડના ગુન્હામાં પકડવાનો બાકી આરોપીને મોરબી ત્રાજપર ચોકડી નજીકથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ઘરફોડ ચોરીના તથા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ ૩૯૫, મુજબના ધાડના ગુનામાં પકડવાનો બાકી આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા રહે.ચાર માળીયા સુરેન્દ્રનગર વાળો હ્યુમન સોર્સીસના આધારે આરોપી હાલ મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળ હોવાની બાતમી મળતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપીને મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.