Tuesday, September 24, 2024

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ – રાપર ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને દશ-દશ ફુલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સમાજની દીકરીઓને વિનામુલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા – જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્ય માં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જોડાયા હતા.

મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યો બદલ રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલયના અગ્રણી અંજનાબેન ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર સહીતનાઓએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર