મોરબીમાં દુકાનમાંથી વિદેશી દારૂની 15 બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીમાં સીરામીક સીટી આઇ-૬ ફ્લેટ નં-૧૦૧ શક્તિ ચેમ્બર પાછળ દુકાનમાંથી વિદેશી દારૂની ૧૫ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ વેચવાની સ્પર્ધા જામી હોય તેવુ લાગી રહ્યુ છે મોરબી જીલ્લામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાય રહ્યો છે લોકો પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે મોરબીમાં વધું એક જગ્યા પરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે જેમાં મોરબીમાં સીરામીક સીટી આઇ-૬ ફ્લેટ નં-૧૦૧ શક્તિ ચેમ્બર પાછળ દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૫ કિં રૂ. ૩૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઉમેશભાઈ રામજીભાઈ મેરજા (ઉ.વ.૩૧) રહે. બગથળા તા.જી. મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.