હળવદમાં પરણીતાના આત્મહત્યાના બનાવમા પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ
હળવદ: હળવદ શહેરમાં જ રહેતી પરણીતાએ ત્રણ – ચાર દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. અને પરણિતાની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આ બનાવમાં મૃતકના પિતાએ પરણિતાને મરવા મજબૂર કરનાર પતિ સહિતના સાસરીયાઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે રહેતા જયંતીભાઈ કાળુભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી મંજુલા ઉ.વ.૨૬ વાળીને આરોપીઓએ ચારીત્ર્ય બાબતે ખોટો શક વહેમ રાખી મેણા ટોણા મારી ખોટી ચડામણી કરી આરોપી મનોજભાઈએ મારજુડ કરી શારીરીક તેમજ માનસિક અસહ્ય ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મંજુલાબેને નર્મદા કેનાલમા ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી આરોપી વાલજીભાઇ અરજણભાઇ પરમાર, મનોજભાઇ વાલજીભાઇ પરમાર, કેશાભાઇ વાલજીભાઇ પરમાર, વાલીબેન વાલજીભાઇ પરમાર, હંસાબેન વાલજીભાઇ પરમાર, રાજુભાઇ કરશનભાઇ પરમાર રહે. બધા હળવદ આંબેડકર નગર-૧ સરા રોડ તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે આરોપી વાલજીભાઇ અરજણભાઇ પરમાર તથા મનોજભાઇ વાલજીભાઇ પરમારની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.