લીલાપર કેનાલ રોડ પર નાલા નીચે થયેલ મર્ડરના આરોપીને પકડતી પાડતી મોરબી પોલીસ
મોરબી: મોરબીના લીલાપર કેનાલ રોડ પર નાલા નીચે અજાણી મહિલાનું ગળુ દબાવી હત્યા નિપજાવનાર આરોપને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેથી એક અજાણી મહીલાની લાશ મળી આવેલ હોય જેનુ રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતા મરણજનાર ને ગળેટુંપો આપી મારી નાખેલનુ લખાઇ આવેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા અજાણી મહીલાનુ મર્ડર કરનાર અજાણ્યા ઇસમ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા ઇ.પી.કો કલમ.૩૦૨ મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ હતો.
જેથી મહિલાની ઓળખ કરવા માટે પ્રેસનોટ વાઈરલ કરવામાં આવી હતી અને મરણજનારના વાલીવારસની શોધખોળ ચાલુ હોય તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટરને મોબાઇલમા મધ્યપ્રદેશના જાંબવા થી ફોન આવેલ હતો જેમા તેઓએ જણાવેલ કે આ લાશ મળેલ છે તેના ફોટા તેને મળેલ છે. તેમના પત્ની સુનિતાની છે. જેની ગુમશુધ્ધા નોંધ કાકનવાણી પોલીસ સ્ટેશન જી.જાંબવા ખાતે રજીસ્ટર કરવામા આવેલ છે. તેમ વાતચીત કરતા તેમના પત્ની ગુમ થયેલ તેને કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી લઈ ગયેલાની હકિકત જણાવતા આ મર્ડર કરેલ હોવાની શકયતા જણાતા મજકુર આરોપીને ટેકનીકલ માધ્યમ થી જ વાંકીયા ગામની સીમમાથી મળી આવતા તેની પુછપરછ કરતા તેને મર્ડર કરેલાની કબુલાત કરી હતી.
આ મરણ જનાર સુનીતા સાથે તેને પ્રેમસબંધ હોય જેથી સુનીતા તેની સાથે રહેવા આવતી રહેલ હતી અને તેઓ ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા હોય ત્યારે તેમની પ્રેમીકા (મરણજનાર)એ સામાન્ય થોડી દવા પી લેતા તેમના વાડી માલીકને વાતચીત કરતા તેના વાડી માલીક એ આ આરોપી ને કહેલ કે તમે હવે વાડીએ રહો મા અહીંથી જતો રહો અમારે આવા લફરા વાળા મજુર જોયતા નથી તેમ કહેતા આરોપી ના સગા વહાલાઓ લીલાપર ગામ પાસે વાડી રાખી રહેતા હોય જેથી લીલાપર તેમના સગાને ત્યા વાડી માલીકને મુકી જવાનુ કહેતા વાડી માલીક તેની ઇકો ગાડીમા લીલાપર પાસે મુકી ગયેલ હતા ત્યારબાદ આરોપીએ મરણજનારને રાત્રીના સમયે કેનાલના નાલા નીચે લઇ જઇ ગળુ દબાવી મારી નાખી મર્ડર કરેલ હોવાનુ ફલીત થતા આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા ઉ.વ.૩૦ રહે.હાલ વાંકીયાગામની સીમ રાતીદેવળી રોડ અકબરભાઇ જુણેજાની વાડીએ વાંકાનેર મુળરહે.ભીંબરડા આલીકામત ફળીયુ તા.ઉમરોલી જી. અલીરાજપુરવાળાને અટક કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ઇ.પી.કો કલમ.૩૦૨ મુજબનો ગુનહો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.