મોરબી: આજે માળીયા (મી) તાલુકાના બગસરા ગામે 108ની ટીમ દ્વારા ડેમો ટેશન આપવામાં આવ્યું હતું જેમા બગસરા ગામના ગ્રામજનો અને પંચાયતની ટીમને ઈમરજન્સી વિશે માહિતી આપવામાં આવી હતી.
આ ડેમો ટેશનમા 108 ઈમરજન્સી ટીમ માળીયા (મી). ના EMT દિપેશભાઈ તથા પાયલટ દાઉદભાઈ દ્વારા ગ્રામજનોને 108નો સદર ઉપયોગ થાયએ હેતુથી ડેમો ટેશન આપવામાં આવ્યું હતું અને કોઈ પણ ઈમરજન્સી આવે તો તુરંત 108માં કોલ કરવો તેવુ જણાવી ગામના લોકોને તથા બગસરા ગ્રામ પંચાયતની ટીમને જાગૃત કરાઈ હતી.