Friday, September 27, 2024

દારુની પ્રવૃતિ પ્રભુશ્રી રામ પણ બંધ કરાવી શકે નહીં !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોલીસની કામગીરી ફકત પૈસા કમાવાની પેઢી બની ગઈ છે ??

ઘટના કિયાની છે એ મહત્વ નથી પણ ઘટના શું છે એ મહત્વ છે આપને WHAT IS RIGHT કરતા WHO IS RIGHT માં ધ્યાન આપવું જોઈએ

પોલીસ બાતમીદારોને સાચવે છે. તેથી અસામાજિક પ્રવૃતિની માહિતી પોલીસને મળતી રહે છે. મોટાભાગના બાતમીદારો ક્રાઈમ સાથે જોડાયેલાં હોય છે, તેમની ઉઠબેઠ ગુનેગારો સાથે હોય છે. તેમાંથી ગુનાની માહિતી મળતી હોય છે. જિલ્લાની LCB-લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા શહેરની ક્રાઈમ બ્રાન્ચના બાતમીદારો સ્થાનિક સ્તરે દાદાગીરી પણ કરતા હોય છે. એક વિચિત્રતા એ છે કે પોલીસને બાતમીદારોની બાતમી જ સાચી લાગે છે ! કોઈ નાગરિક કે સરપંચ સમાજીક માણસ લેખિત માહિતી આપે તો સાચી લાગતી નથી !

12 જૂન 2024ના રોજ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયને પત્ર લખ્યો કે “અમારા ગામમાં દેશી દારુ અને અંગ્રેજી દારુનું ખૂલ્લે આમ વેચાણ થાય છે. જેના લીધે ગામનું યુવાધન બરબાદ થાય છે. જે અંગે અમે અવારનવાર સ્થાનિક પોલીસને જાણ પણ કરેલ છે. પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ દૂષણ બંધ કરાવવા વિનંતિ છે

DGPને ઉદ્દેશીને ગામમાં દેશી દારુ/ અંગ્રજી દારુના દૂષણને બંધ કરવા અરજી કરી છે. આ અરજીની તપાસ અમો કરીએ છીએ. જેથી આ નોટિસ મળ્યે દિવસ-2માં અમારી કચેરીએ નિવેદન નોંધાવવા અનુકૂળતા કરશો. અન્યથા તમો તમારી અરજી બાબતે કાંઈ કરવા માંગતા નથી, એવું માની તમારી અરજી ફાઈલે કરવા રીપોર્ટ કરવામાં આવશે.”

અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે સ્થાનિક પોલીસ પગલાં લેતી નથી. એટલે તો રાજ્યના પોલીસ વડાને અરજી કરી હતી. છતાં રાધાબેનની અરજી સ્થાનિક સ્તરે જ તપાસ માટે આવી ! જિલ્લાના SP/ DySP/ CPIની જવાબદારી હતી કે જજ્ઞનપર પોલીસને મોકલી તપાસ કરાવે અને દારુની પ્રવૃતિ કરનાર ઈસમોને પકડે. તેના બદલે પોલીસે, અરજદારને દિવસ-2માં નિવેદન લખાવવા નોટિસ આપી ! દારુની માહિતી આપનારને જ નોટિસ !

પોલીસતંત્ર કઈ હદે યાંત્રિક કામગીરી કરે છે, તેનો આ નમૂનો છે. અરજદાર ની અરજીમાં મોબાઈલ નંબર પણ હતા જો જાણવું જ હોત તો દારૂની ભઠ્ઠીના ઠેકાણા વિશે પૂછી સકેત….

રાજ્ય પોલીસ વડા એ આ નિવેદન વાળા પોલીસ અધિકારીનું નિવેદન લઈ ને સસ્પેન્ડ કરવા જોઈએ નહિ તો લોકો ના માણસ માં ક્રોધ નો વાયરસ વધતો જશે અને અમેરિકા દેશની જેમ અખો દેશ ભડકે બરસે

જ્યારે પોલીસની આ પ્રકારની માનસિકતા હોય ત્યારે ગુજરાતમાં દારુની પ્રવૃતિ પ્રભુશ્રી રામ પણ બંધ કરાવી શકે નહીં !

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર