મોરબીના ધુળકોટ ગામે સ્મશાન માટે ફાળેવલ જમીન પર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ ગામે અનુ. જાતિના સ્મશાન માટે ફાળેવલ જમીન પર કબ્જો કરનાર શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૩૭) એ આરોપી દીપુભાઈ દામજીભાઈ ચાવડા રહે. ગામ ધુળકોટ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આશરે બે વર્ષ પહેલાથી આજદીન સુધી આરોપીએ ધુળકોટ ગામે અનુસુચિત જાતિના સ્મશાન માટે કાયદેસર રીતે ફાળવેલ જમીનની જાણ હોય તેમ છતા આરોપીએ આ જમીનમાં ખેતી કામ કરી, અનુસુચિત જાતિને સ્મશાન તરીકે ફાળવેલ જમીન ખાલી નહી કરી કબ્જો કરેલ છે. જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.