દર વર્ષેની જેમ માળીયા નાં ખેડૂતો ને પાણી ની લોલીપોપ જ મળશે કે પાણી ?
દેશ રાજ્ય અને ભારત ના ખૂણે ખૂણે ભાજપ હોઈ છતાં પણ ૨૫ વર્ષ થી ધારાસભ્ય હોવા છતાં કાંતિ અમૃતિયા એ કામ માટે ભીખ માંગવી પડે એ મોરબી માળિયા વિસ્તાર નું દુર્ભાગ્ય છે.
કાંતિ અમૃતિયા એ જે રીતે ખેડૂત માટે વિડિયો મુકિયો હતો તેમાં અધિકારો ને ખખડાવવા અને સસ્પેન્ડ કરવી વાતો કરી ખેડૂત માં આશા જગાડી હતી પણ હકીકત માં સુરેન્દ્રનગર નો પ્રવાસ એક કાંકરે બે પક્ષી મારવાનો હતો ફકત ખેડૂત માટે નહિ પણ ભાજપ ના સાંસદ ચંદુ સિહોરા ના સન્માન સંભારંભ નો હતો જો ખેડૂત માટે હોઈ તો કાંતિ અમૃતિયા એ જાહેર કરવું જોઈ કે કેટલા અધિકારી ને ખખડાવ્યા કેટલા અધિકારી આવ્યા અને કેટલા એ ફોન ના ઉપાડીયા કેનાલ રીપેરિંગ નું કામ ખેડૂતના વાવેતર સમયે કેમ અને હવે મોરબી માળિયા ના ખેડૂતો ને ક્યારે પાણી મળશે. ખેડૂતો એ મોંઘું બિયારણ જમીન અને ખાતર જમીન માં નાખવું કે નહિ.
કાંતિ અમૃતિયા ટીવી મીડિયા અને જાહેર માં અનેક વાર કહી ચૂક્યા છે અધિકારી માનતા નથી એ કમનસીબી છે તો વડોદરા ના ધારાસભ્યો યોગેશ પટેલ કેતન ઇનામદાર ની જેમ સરકાર સામે બાયો ચડાવી પડે મોરબી માં મચ્છુ ડેમના પાટિયા બદલવાની મંજૂર અને વર્ક ઓર્ડર એક વર્ષ પહેલાં જ મળી ગયો હતો તો પછી અધિકારો એ ડેમ શા માટે ભરિયો બાદ માં એ ડેમથી લાખો ક્યુસેક પાણી રણમાં છોડી દેવું પડીયુ જેનાથી મીઠાના અગરિયાઓ ને કરોડો રૂપિયાનું નુકશાન થયું મોરબી માળિયા વિસ્તાર માં એકબાજુ ખેડૂતો પાણી માટે જંખી રહ્યાં છે તો બીજી બાજુ અગરિયાઓ રણમાં મીઠા પાણી ભરાતા કરોડો ના નુકશાન માટે ભૂખ હડતાળ પર બેઠા છે.
તો આમાં બેદરકારી કોની અધિકારી કે નપાણીયા નેતા ની….કે પછી ભૂતકાળ ની જેમ નેતાઓની જૂથબંધી ના વાકે ખેડૂતો તો સેન્ડવીચ નથી બનતા ને