મોરબી: આજે વટસાવિત્રીના પર્વ નિમિત્તે જડેશ્વર મંદિર ખાતે પુજન અર્ચન કરાયું
મોરબી: આજે વટ સાવિત્રીના પર્વ નિમિત્તે મોરબીના રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલ જડેશ્વર મંદિરમાં બ્રાહ્મણોની હાજરીમાં પુજન અર્ચન કરવામાં આવ્યું.
જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આજે વટ સાવિત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબીના રેલવે સ્ટેશન રોડ ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પુજન અર્ચન કાર્યકમનુ આયોજન કરાયું છે જે બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી કાર્યકમ ચાલુ રહેશે તેથી જડેશ્વર મહાદેવ મંડળ ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થી ભાઈઓને આ કાર્યક્રમમાં ભાગ લઈ સહભાગી થવા અનુરોધ.