વાંકાનેર નજીક જોખમી સ્ટંટ કરનાર સગીર અને તેના પિતાને પોલીસે ઝડપી પાડયા
વાંકાનેર: વાંકાનેર પાસે હાઈવે ઉપર બાઈક સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વિડીયોના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્ટંટ કરનાર સગીર અને તેના પિતાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને નેશનલ હાઇવે રોડ પરનો વિડીયો વાઈરલ થતા વાહન નંબર GJ-36-AG-7951 ની પોકેટ કોપથી માહિતી મેળવી વાહન માલીક મનસુખભાઇ લાખાભાઇ ભાલીયા રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબીવાળાને શોધી કાઢી વાહન માલીકની પુછપરછ કરતા વિડીયોમાં બાઇક સ્ટંટ કરનાર પોતાનો દીકરો ( કાયદાના સંઘષૅમાં આવેલ બાળ કીશોર) હોવાનુ જણાવતા વાહન માલીક બાળકના વાલી તથા બાઈકમાં સ્ટંટ કરનાર કાયદાના સંઘષૅમાં આવેલ બાળકીશોર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે.એ પાર્ટ IPC કલમ ૨૭૯, ૩૩૬ તથા MV ACT કલમ ૧૭૭,૧૮૪, ૩,૧૮૧,૧૯૯(એ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી બાઇક કબજે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.