મોરબીના કાલીકાનગર ગામે પેપરમીલની ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી
મોરબી: યુવકના લગ્ન થતા ન હોય જેનું મનમાં દુઃખ રહેતું હોય જેનાથી કંટાળી જઈ મોરબીના કાલીકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપરમીલના રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીમા કારીયા સોસાયટીમા રહેતા ગોપાલભાઈ માધાભાઇ ટોળીયા(ઉ.વ.૩૭) ની પાંચ ભાઇઓ હોય અને ગોપાલભાઈ થી નાના બે ભાઇ તથા મોટા બે ભાઇઓના લગ્ન થઇ ગયેલ હોય અને નાના બન્ને ભાઇઓના ઘરે સંતાનો હોય અને ગોપાલભાઈના આજદીન સુધી લગ્ન થયેલ ન હોય જેથી છેલ્લા ઘણા સમયથી હતાશ રહેતા હોય અને પોતાના આજદીન સુધી લગ્ન થયેલ ન હોય જેનુ પોતાના મનમા દુ:ખ રહેતુ હોય જેનાથી કંટાળી જઇ ગત તા.૧૭-૦૬-૨૦૨૪ ના રોજ વહેલી સવારના પોતે પોતાની જાતે મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમા આવેલ સેજોન પેપરમીલના રૂમમા પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દોરડા વડે ગળેફાંસો ખાઇ લેતા ગોપાલભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.