મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે બકરી ઇદની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી સબ જેલના કેદીઓએ પણ જેલમાં ઈદ નિમિતે નમાઝ પડી અને ઈદની ઉજવણી કરી હતી.
મોરબી સબ જેલમાં મુસ્લિમ બિરાદરોને મૌલાના ઇશાકભાઈ દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી અને મુસ્લિમ બંદીવાનો જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બને, સમાજમાં જઈને ફરી ગુનાને અંજામ નો આપે તેવું મૌલાના ઇશાકભાઈ દ્વારા ધાર્મિક પ્રવર્ચન આપવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી એમ ગોહેલ, તથા જેલર એ.આર. હાલપરાનાઓ અને જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
માળીયા મીયાણા તાલુકા પંથકમાંથી અવારનવાર દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથીયાર મળી આવી રહ્યા છે ત્યારે માળિયાના કાજરડા ગામ તરફ જવાના રસ્તેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન માળીયા (મીં) તાલુકાના કાજરડા ગામ...
મોરબી શહેરમાં બાઈક ચોરીની ઘટના દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે મોરબીના નવલખી ઓવર બ્રીજ નીચેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર તુલસી બી એપાર્ટમેન્ટ શક્તિ ટાઉનશિપમાં -૦૨ બ્લોક નં -૮૦૨ માં રહેતા સુરેશભાઈ...