મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ બોલ છે ત્યારે મોરબીના ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં આરોપી દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૩૨) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં શીવપાર્ક સોસાયટી મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૭૦૦ ના મુદ્દામાલ મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.