સ્થાનિક વેપારીઓ ની સવાર ગુડ મોર્નિંગ થી નહિ બેડ મોર્નિંગ થી થઇ રહી છે
જે પ્રકારે દિલ્લી નો લાલ કિલ્લો અને શ્રીનગરનો લાલ ચોક નો લાલ ચોક પ્રખ્યાત છે તેમ મોરબીમાં નગર દરવાજો પ્રખ્યાત છે અને મોરબીની સૌથી જુની માર્કેટ પણ આવેલી છે તો સાથોસાથ મોરબીની સૌથી જૂની અને જાણીતી સોની બજાર પણ ત્યાં આવેલી છે પરંતુ મોરબીનાં નગર દરવાજા ની કમ નશીબી તો જુઓ બોસ ત્યાં દરરોજ ઉભરાતી ગટરોના પાણી આ નગર દરવાજા ની અને મોરબીની આબરૂ પર ઉભરાતી ગટરોના પાણી ફરી વળ્યા છે.
સ્થાનિક બજારમાં રોજ હજારો લોકો ખરીદી કરવા માટે આવે છે છે જેમને આ ઉભરાતી ગટરોના પાણી માં ચાલવા મજબૂર બન્યા છે વેપારી આ ગટરના પાણી થી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં આનું કોઈ કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી આ ઉપરાતે ગટરથી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો ને પણ ખૂબ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.
એક તરફ મોરબી નગરપાલિકા સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે દરરોજ સ્વચ્છતા અભિયાનના ફોટાઓ મીડિયા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહી છે તો બીજી તરફ મોરબીના નગર દરવાજાના વિસ્તારના દ્રશ્યો અવારનવાર મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે પરંતુ તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી અને માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બની આ બધું જ જોઈ રહ્યું છે.
ચૂંટણી ટાણે સામે ચાલીને વેપારીઓને ગળે મળી અને વિકાસ કરવાની અને આ ઉભરાતી ગટરની સમસ્યા માંથી મુક્તિ આપવા માટેની વાતો કરતા નેતા હાલ મિસ્ટર ઈન્ડિયાની જેમ ગુમ થઈ ગયા છે

