ટંકારાના મિતાણા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
ટંકારા: ટંકારા તાલુકાના મિતાણા ગામે જુના પાણીના સંપ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લો જાણે જુગારીઓનો અડ્ડો બની બેઠો હોય તેવું લાગી રહ્યું છે દરરોજ કોઈ જગ્યાએથી પત્તાપ્રેમીઓ ઝડપાયા છે ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ગામે જુના પાણીના સંપ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઇકબાલભાઇ જમાલભાઇ ઠેબા ઉ.વ.૪૨, હીરાભાઇ મેધજીભાઇ પારઘી ઉ.વ.૬૫, ગોરધનભાઇ ગોવિંદભાઇ પારઘી ઉવ.૭૦, રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના ઉ.વ.૪૫ રહે. ચારેય મીતાણા તા.ટંકારા યોગેશભાઇ પ્રવિણભાઇ જોગેલ ઉ.વ.૨૭ રહે.વીરવાર તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૧૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.