ભારે કરી.. મોરબીનાં રામચોકના ઢાળીયા પાસે વેપારીને ચાર શખ્સોએ ધોકા વડે ફટકાર્યો
ગઈ કાલે મારામારીનાં સીસીટીવી વાયરલ થયા હતા
મોરબી: મોરબીના વેપારીના દિકરા પાસેથી આરોપીને અઢી લાખ રૂપિયા લેવાના નિકળતા હોય જે વેપારીએ આપવાની ના પાડતાં આરોપીઓએ વેપારીને ધોકા વડે જેમફાવે તેમ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ વિજયનગર -૨ સતનામ એપાર્ટમેન્ટ બ્લોક નં -૧૦૧ માં રહેતા અને વેપાર કરતા રામજીભાઈ અમરશીભાઈ ભીમાણી (ઉ.વ.૫૧) એ આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા રહે. મોરબી, હરેશ ગઢવી, બે અજાણ્યા માણસ, વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૬-૨૦૨૪ ના રોજ રામચોકના ઢાળીયા પાસે બોસ ઇંડીયા ફેમીલી શોપની દુકાનની બાજુમાં આરોપી હાર્દિકને ફરીયાદિના દિકરા મિલન પાસેથી અઢીલાખ રૂપીયા લેવાના નિકળતા હોય જે ફરીયાદિએ આપવાની ના પાડતા આરોપી હાર્દિક તથા હરેશ એ ફરીયાદીને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી હાર્દિકએ લાકડાનો ધોકો લઈ ફરીયાદિને જમણા પગના સાથળના ભાગે માર મારી આરોપી બે અજાણ્યા માણસો એ લાકડાના ધોકા વડે ફરીયાદિને શરીરના ભાગે જેમાફાવે તેમ મારમારી ઇજા કરી આરોપી હાર્દિકએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર રામજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ -૧૩૫ મુજબ નવા કાયદા બીએનએસ ક. ૧૧૫(૨), ૩૫૧(૨),૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
