મોરબીના પીપળી રોડ માં ક્યો મોરલો કળા કરી ગયો!!!
દસ વર્ષની ગેરંટી વાળો રોડ બે વર્ષમાં તૂટી જશે તો લોકો શું હવામાં ચાલશે
ગલીએ ગલીએ નાકા હોઈ. રસ્તા એના કાચા હોઈ.ઉપર છલા પાકા હોઈ કેમ કે એન્જિનિયર એના કાકા હોઈ અને રૂપિયા ખાવા ના રાકા હોઈ !!!
હમણાં ચક્રવાત ન્યૂઝ ટીમ દ્વારા મચ્છુ નદીના દબાણ નો લોકહિત પ્રશ્ન ઉઠાવ્યો જેમાં સરકારે સ્વીકાર્યું કે ગેરરીતિ થઈ છે એવી રીતે હાલ લોક મુખે આવું ચર્ચાઈ રહ્યું છે કે આજ દિન સુધીમાં મોરબી જિલ્લા નું સૌથી મોટું કોભાંડ એટલે અણીયાળી પીપળી RRC રાજ્ય ધોરમાર્ગ 321છે.જેનું ટોટલ બજેટ 140 કરોડ થી વધુ છે આ કામ ખુરાના કંપની ને આપવામાં આવ્યું છે જેમાં 60 કરોડ થી વધુ રકમ કામ મંજૂર કરી ને ચૂકવાઈ પણ ગઈ છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે પરંતુ રોડ હજી બન્યો જ નથી તે પહેલાં જ તૂટવા લાગીયો છે જે રીતે મરછુ ડેમ 3 પર નાં બ્રિજ માં ગાબડું પડીયું હતું પીપળી રોડ ના ગાબડાં ના થીગડા જોઈ લોકો તંત્ર ની મજાક બનાવી રહીયા છે
આપણા ભોળા ને સાચા બોલા રૂપાણી સરકારે તો કબૂલ્યું હતું કે ભાજપ ના રાજ માં ભ્રષ્ટાચાર વધ્યો છે માટે ભ્રષ્ટાચાર ને કાયમી માન્યતા આપી દેવી જોઈએ અને મોરબીનાં એક મામલતદાર જેમ ખુલ્લું ભાવપત્રક મૂકી દેવું જોઈ પીપળી રોડ ખુરાના કંપની ને 140 કરોડથી વધુ નું કામ આપી મજબૂત 70 ટન કેપેસિટી વાળો બનાવવા અને 10 વર્ષ થી વધુની ગેરંટી સાથે આપેલ છે તેમ છતાં રોડ હજી બન્યો નથી ત્યાજ ગાબડાં અને તિરાડો પાડવા લાગી હજી તો ચોમાસુ આવિયું નથી ને આ હાલ છે અમે પ્રાથના કરી કે ચોમાસામાં ધોવાઈ ના જાય નહિ તો મોરબીના લોકો માટે અવશેષ પણ નહિ રહે અને હજી પાણી નિકાલ ના પ્રશ્ન ની પીડા તો બાકી છે જેમાં પાણી ભરાવા થી રોગચાળો માજા મૂકશે
આ રોડ ની દેખરેખ ની ડંફાસ ખુદ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મારતા હતા કે મોડો કરવો પણ મજબૂત કરવો જે રીતે રવાપર નો કર્યો હકીકત માં ધારાસભ્યને લશ્કર કીયા લડે એ જ ખબર નથી. આ આબતે કાર્યપાલક ઈજનેર આર એન્ડ બી ને પુછતાં તેને ફક્ત વીઝિત કરી મૌખિક સૂચના આપી મોરબી ની પ્રજા ઉપર પાર કર્યો છે પરંતુ ચક્રવાત ટૂંક સમય માં આ ભ્રષ્ટાચારની જડ સુધી પહોંચી લોકહિત નો અવાજ બનશે.