Sunday, November 24, 2024

હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૨૫૩ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી નિદાન તેમજ માર્ગદર્શન અપાયું

ઓરલ કેન્સરના ૨૪,બ્રેસ્ટ કેન્સરના ૧૫ તેમજ સર્વાઈકલ કેન્સરનાં ૩૦ દર્દીઓને રીફર કરાયા

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૨૫૩ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઓરલ કેન્સર અંગે કુલ ૧૨૮ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૭૪ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સર્વાઈકલ કેન્સરનાં કુલ ૫૧ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

આમ, ઉપરોક્ત સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સરનાં ૨૪, બ્રેસ્ટ કેન્સરનાં ૧૫, અને સર્વાઈકલ કેન્સરનાં ૩૦ દર્દીઓને રીફર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર હળવદ, એન.ટી.સી.પી. સોશ્યલ વર્કર, હળવદ તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર