Wednesday, October 23, 2024

મોરબી જીલ્લા પોલીસ દ્વારા બે કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨,૩૭,૭૮,૭૭૭/- નો ઇગ્લીશ દારૂના જથ્થાનો નાશ મોરબી જીલ્લા પોલીસ દ્વારા કરાયો.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં વધુમાં વધુ મુદ્દામાલ નિકાલ કરવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી નામદાર કોર્ટના હુકમ અન્વયે મોરબી સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સુશીલ પરમારની અધ્યક્ષતામાં પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ તથા ભાવનાબેન પંચોલી સબ ઇન્સ્પેકટર નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ નાઓની સમિતી દ્વારા એન.કે.પટેલ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ટંકારા પોલીસ સ્ટેશન તથા એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા એન.એ.વસાવા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓની હાજરીમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનના મળી કુલ-૧૭૩ ગુન્હાની ઇગ્લીશ દારૂની બોટલો / બીયરના ટીન નંગ-૯૦૫૬૧ જેની કુલ કિં.રૂ.૨,૩૭,૭૮,૭૭૭/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર