બારેમાસ “લોહી માં છે માનવતા”ની મુહિમને પગલે ઇમરજન્સી દર્દીઓને રક્તદાન કરીને આ ઇમરજન્સી દર્દીઓને અપાતું નવ જીવન
મોરબી : મોરબીમાં આદર્શ નાગરિક તરીકે અને એક દેશના સાચા દેશભક્ત બનવાની પ્રેરણા આપી અનેક વિધ સેવાકીય, સામાજિક પ્રવૃત્તિઓ કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્તદાનની જરૂરિયાત સમજીને બારેમાસ ઇમરજન્સી દર્દીઓ માટે ખડેપગે રહી રક્તદાન કરીને નવજીવન આપવામાં આવે છે. ત્યારે આજે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્તદાન કરીને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, સર્વધર્મ સંમભાવ પ્રવૃત્તિઓ થકી દેશભાવના જગાવતા અને ક્રાંતિકારી વિચારો ધરાવતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વર્ષ દરમ્યાન 200થી વધુ સેવાકીય સાહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની વચ્ચે આ પ્રવૃત્તિઓમાની એક રક્તદાન મુહિમ એટલે “લોહી માં છે માનવતા” આ મુહિમ અંતર્ગત ૩૬૫ દિવસ અને 24 x 7 દરમિયાન કોઈના આકસ્મિક સમયે જો લોહીની જરૂરિયાત ઉભી થાય તો એ જરૂરિયાત યંગ ઇન્ડિયા ગ્રૂપ પોતાના સભ્યો તેમજ પોતાની સાથે સંકળાયેલ સેવાભાવી લોકોની મદદથી પુરી કરે છે.આ અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ રક્તદાન એજ મહાદન અને એ પણ અણીના સમયે એટલે ઇમરજન્સી દરમિયાન રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવે છે. તેમના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આકરવામાં આવતું આ મોટામાં મોટું સેવા કાર્ય છે.