મોરબી ખાતે ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી અનુસંધાને અધિકારીઓ દ્વારા શપથ લેવાયા
રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરવા અને સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું
મોરબી: ૧૪ મી જૂન ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી અનુસંધાને સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપવા તેમજ રક્ત દાતાઓને પ્રોત્સાહિત કરવા બાબતે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સર્વે અધિકારી દ્વારા રક્તદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.
દર વર્ષે ૧૪મી જૂનના રોજ ‘World Blood Donor Day’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી માટે ‘20 Years Of Celebrating Giving Thank You, Blood Donors’ થીમ બનાવવામાં આવી છે. ત્યારે રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરવા તેમજ રક્તદાન માટે સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ સરકારી કચેરીઓમાં સંકલ્પ લેવા માટેના કાર્યક્રમોની સમાંતર મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ સંકલ્પ લેવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.