મોરબીમાં સ્કુલે જતી દિકરીનો પીછો કરી વાતચીત કરવા દબાણ કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં સ્કુલે જતી દિકરીના એક્ટીવાનો એક શખ્સે અવરનવર પીછો કરી વાતચીત કરવાનું દબાણ કરી નહી માનો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી ભોગ બનનાર દિકરીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમા રહેતા એક મહિલાએ આરોપી સુજલ ચંદુભાઈ પાંચોટીયા રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૪-૨૦૨૪ થી ૧૧-૦૫-૨૦૨૪ દરમ્યાન ફરીયાદિની દીકરી સ્કુલેથી છુટી ફરીયાદિના મોટી દીકરી સાથે તેમના એક્ટીવા થી ઘરે આવતી હોય ત્યારે આરોપી ફરીયાદિની દીકરીનાએક્ટીવા પાછળ પાછળ પોતાનુ એક્ટીવા રજીસ્ટર નં, જીજે-છત્રીસ-એકે.બાવીસ અઠાવન. વાળુ લઈ આવી પીછો કરી ફરીયાદિની દીકરીને તેની સાથે વાતચીત કરવાનુ કહેતો હોય તેમજ અમોને મનાવવાનુ કહેતો હોય અને જો અમો નહી માનીએ તો ફરીયાદિની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય અને ફરીયાદિની દીકરી સ્કુલે જતી વખતે તથા આવતી વખતે અવાર નવાર ફરીયાદિની દીકરીના એકટીવાનો પીછો કરી ભુંડીગાળો આપી હેરાન પરેશાન કરતો હોવાની ભોગ બનનાર દિકરીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૫૪(ડી),૫૦૬(૨),૫૦૪ તથા પોકસો એક્ટ કલમ ૧૧(૪),૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.