પોલીસ વડા દ્વારા મોરબી જીલ્લામાં ચાર પીઆઇની આંતરીક બદલી કરાઈ
મોરબી: લોકસભા સામાન્ય ચુંટણી અગાઉ બદલીનો દોર શરૂ હતો ત્યારે ચુંટણી પૂર્ણ થતા ફરી બદલીનો દોર શરૂ થયો છે ત્યારે મોરબી જિલ્લામાં પોલીસ વડા દ્વારા ચાર પીઆઈની આંતરીક બદલી કરાઈ છે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ચાર પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ આર.એસ.પટેલને સાયબર ક્રાઇમ પીઆઈ તરીકે, પીઆઈ એન. આર.મકવાણાને મોરબી તાલુકા પોલીસમથક પીઆઈ તરીકે, કે કે દરબારને સી પી આઈ મોરબી તરીકે પોસ્ટિંગ અપાયું છે. મોરબી સી પી આઈ તરીકે લાંબા સમયથી ફરજ બજાવતા હોનહાર પીઆઈ એન.એ. વસાવાને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે નિમણૂક કરાઈ છે. ટુંક સમયમાં પીએસઆઈની અને પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો પણ ચિપાઈ શકે છે.