મોરબીના લખઘીરગઢ સહકારી મંડળીના બીજી ટર્મના પ્રમુખ તરીકે પણ જગદીશભાઈ પનારાની નિમણૂક
મોરબી : મોરબીના લખઘીરગઢની સેવા સહકારી મંડળીની બીજી ટર્મમાં પણ પ્રમુખ તરીકે જગદીશભાઈ પનારાની વરણી કરવામાં આવી છે. જગદીશભાઈ પનારા મોરબી પોલીપેક એસોસિએશના પ્રમુખ તરીકે અગાઉ ફરજ બજાવી ચુક્યા છે. તેમજ અન્ય સેવાકીય સંસ્થા ઓ સાથે જોડાયેલા છે.લખઘીરગઢની સેવા સહકારી મંડળીની બીજી ટર્મમાં પણ પ્રમુખ તરીકે પણ બીનહરિફ વરણી અને કમીટીના સભ્યો બિનહરીફ વરણી કરવામાં આવી છે. જે બદલ તેઓને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મગનભાઈ વડાવીયા,ભવાનભાઈ ભાગીયા,ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને તેમના દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી છે.