મોરબીના સામા કાંઠે લક્ષ્મીનગર સોસાયટીમાં બે પક્ષો વચ્ચે બબાલ થતા સામ સામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટીમાં આરોપીની ભાણેજ તથા યુવક મૈત્રી કરારથી બંને રહેતા હોય જે બાબતે બંને પક્ષો વચ્ચે બબાલ થતા બંને પક્ષો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ (ઉ.વ.૪૬) એ આરોપી સિરાજભાઇ પોપટીયા, કલ્પેશ દિનેશભાઇ કોળી, દિલીપ રઘાભાઇ કોળી, વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા, રોહીત ઉર્ફે ટકો કુંભાર, સિરાજભાઇનો સાળો અનિસ તથા બિજા અજાણ્યા બે માણસો રહે બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૬-૨૦૨૪ નાં રોજ ફરીયાદિના દિકરા કુર્નેશ આરોપી સિરાજભાઈના ભાણેજ ડોલીને ભગાડી લઇ જઇ મૈત્રીકરાર કરી બન્ને સાથે રહેતા હોય જેનો ખાર રાખી આરોપી સિરાજભાઈ અવારનવાર ફરીયાદિના પરિવારના સભ્યોને ફોન કરી ઉશ્કેરણી કરી તેમજ બિભત્સ ગાળો આપતા હોય પોતાની ભાણેજને પાછી મુકી જવા કહેતા હોય પરંતુ ફરીયાદી કોઇ ઝઘડો કરવા માંગતા ન હોય જેથી આરોપી સિરાજભાઈ સાથે સાતેય આરોપીઓ બધા સ્કોરપિયો ગાડીમા ફરીયાદિના ઘરે જઇ ફરીના પતિને કહેલ કે તારા બન્ને દિકરાને ઘરની બહાર કાઢ મારી પાસે લાયસન્સ વાળી રીવોલ્વર છે હુ ચોવીસ કલાક ભેગી જ રાખુ છુ તારા છોકરાને ભડાકે દેવો છે આજ અમો પુરી તૈયારી સાથે આવેલ છીએ અને તમારી હવા કાઢી નાખવી છે તેમ કહી આરોપી સિરાજભાઈએ પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદિના પતિને મારવા જતા ફરીયાદિને જમણા હાથમા છરી વાગી જતા ઇજા થતા તેમજ ભેગા આવેલ બધાં આરોપીઓએ લાકડાના ધોકાઓ પછાડી બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર ભાનુબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબી સો ઓરડી શેરી નં -૦૬ માં રહેતા સિરાજભાઈ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા (ઉ.વ.૩૫) એ આરોપી સુરેશભાઇ ભરવાડ, રાહુલ સુરેશભાઈ ભરવાડ, સમીર ભરવાડ રહે ત્રણેય લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ તથા ભાનુબેન ભરવાડ, ગોપાલ ભરવાડ રહે ત્રાજપર, હિતેશભાઇ ભરવાડ રહે ત્રાજપર, ગોપાલ ભરવાડના બે ભાઇઓ રહે ત્રાજપર ગામ તા.જી.મોરબી, કુર્નેસ સુરેશભાઇ ભરવાડ રહે બન્ને લક્ષ્મીનગર સોસાયટી શોભેશ્વર રોડ, મકબુલ પિંજારા રહે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદિના ભાણેજ ડોલીબેનને આરોપી કુર્નેસ ભરવાડનાઓ આજથી ત્રણેક માસ પહેલા ભગાડીને લઇ ગયેલ હોય જેથી આરોપી રાહુલ ભરવાડએ ફરીયાદીને ફોન કરી કહેલ કે તુ તૈયારીમા રહેજે તને મારી નાખવો છે તેવી ફોન ઉપર ધમકી આપેલ જે બાબતે ફરીયાદીએ આરોપીઓના આગેવાનોને સંપર્ક કરતા આ મેટર છોકરી બાબતની હોવાથી ઘરમેળે સમજુતી કરી લેવાનુ કહેતા ફરીયાદી પોતાના મિત્રો સાથે આરોપીના ઘરે આરોપી રાહુલને ફોન નહી કરવા કહેવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપી સમીર ભરવાડે ફોન કરી તેના સંબંધીઓને બોલાવી ફરીયાદીને આરોપી સુરેશભાઈ સમીર, ભાનુબેન, ગોપાલ, હિતેશભાઈએ લાકડાના ધોકાવડે આખા શરીરે મુંઢમાર મારી ડાબા પગમા ઢીંચણથી નિચેના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ આરોપી રાહુલએ માથામા ધારીયા જેવા હથીયાર થી મારા મારી ઇજા કરતા તેમજ આરોપી ગોપાલના બે સાડા,કુર્નેસ, મકબુલએ ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીનુ એકસેસ મો.સા. મા તેમજ ઘરના દરવાજા ઉપર ધોકા મારી નુકશાન કરી ફરીયાદિની પત્નિને બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર સિરાજભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.