માળીયાના મોટા દહીસરા ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં જાણે જુગારની બહાર ખીલી હોય તેમ લાગી રહ્યું છે રોજ કોઈ એક તાલુકા કે મોરબી શહેરમાંથી પત્તાપ્રેમીઓ ઝડપાયા છે ત્યારે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સામતભાઇ ભીખાભાઈ બાંભવા ઉ.વ. ૪૦ રહે મોટા દહિંસરા તા માળીયા મી. જી. મોરબી, પ્રભાતભાઈ બચુભાઈ ચાવડા ઉ.વ. ૪૩ રહે મોટા દહિંસરા તા. માળીયા મી., રમેશભાઈ ગગુભાઈ મૈયડ ઉ.વ.૪૬ રહે મોટમ દહિંસરા તા માળીયા મી., વેજાભાઈ નાગજીભાઈ વરૂ ઉ.વ.૪૫ રહે મોટમ દહિંસરા તા માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ. ૨૮૫૦ ના મુદ્દામાલ સાથે માળિયા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.