Thursday, October 24, 2024

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસે રોડ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચેની ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસે રોડ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતા આરોપી નિલેશભાઈ નકુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૨) રહે. મારૂતીનગર સોસાયટી વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૭૮૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં રૂ.૭,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૭૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો ઇબુ કાસમાણી રહે. મોરબી તથા એહમદ સુમરા રહે. વીસીપરા મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર