Friday, October 25, 2024

નવલખી બંદરે બોગસ સ્લીપ બનાવી 4 લાખનો કોલસો બારોબાર ચાઉ કરી જનાર ઈસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના નવલખી બંદરે વિદેશથી કોલસો આયાત કરી અલગ અલગ ઇમ્પોર્ટરનો કોલસો લોડિંગ અનલોડિંગ કરવામાં આવતો હોય છે ત્યારે નવલખી બંદરે ઇન્ડોનેશિયન કોલસો ઇમ્પોર્ટ કરતી શ્રીજી કંપની પ્લોટમાંથી બોગસ સ્લીપ બનાવી કોલસો ૪ લાખનો કોલસો ચાઉ કરવામાં આવતા બે ટ્રક ચાલક અને બોગસ સ્લીપ બનાવવાનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવલખી પોર્ટ પરથી મોટા પાયે ઇન્ડો એશિયન કોલસો ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને ત્યાંથી અલગ અલગ કંપનીઓને વેચવામાં આવતા હોય છે ત્યારે મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળિયા તાલુકાના વતની અને હાલ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સ્વામીનારાયણની બાજુમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપનીમાં નોકરી કરતા ઉદયભાઈ દામોદરભાઈ લાલ (ઉ.વ.૫૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૩૬-વી-૩૮૮૮ નો ડ્રાઈવર તથા માલિક, ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૩૬-ટી-૬૭૦૦ નો ડ્રાઈવર તથા માલિક, અને શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૮-૦૬-૨૦૨૪ ના રોજ સાંજના આશરે સાત થી આઠ વાગ્યાના અરસામાં આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી ગુનાહીત કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા તથા આર્થીક લાભ લેવા માટે ફરીયાદીની શ્રીજી શીપીંગ કંપનીનો બનાવટી લોડીંગ પાસ તથા એંટ્રી પાસ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી બે ટ્રકોમાં આશરે ૮૦ મેટ્રીક ટ્ન કોલસો જેની અંદાજીત કીરુ ૪,૦૦,૦૦૦ નો ભરી ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કરી ગુનો કર્યો હોવાની ઉદયભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧,૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર