મોરબી: ડેમી-3 ના ત્રણ દરવાજા બે ફુટ આવતી કાલે ખોલશે, નદીના કાંઠાના ગામોના કરાયાં અલર્ટ
મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે આવેલ ડેમી -૩ ના ત્રણ દરવાજા બે ફુટ આવતી કાલે ૧૦-૦૬-૨૦૨૪ ને સવારે ૯:૦૦ વાગે ખોલવામાં આવશે જેથી નદીન કાંઠાના ગામોના સિંચાઇ વિભાગ દ્વારા અલર્ટ કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં થોડા દિવસોમાં ચોમાસુ બેસવાનું છે ત્યારે નદીના ડેમ સેફ્ટીની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મોરબી તાલુકાના કોયલી ગામે આવેલ ડેમી -૩નુ સેફ્ટીને લગતી કામગીરી કરવાની હોવાથી આવતીકાલ તા.૧૦-૦૬-૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ડેમી-૩ ડેમના ત્રણ દરવાજા બે ફુટ ખોલવામાં આવશે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ મોરબી તાલુકાના કોયલી, ધુળકોટ, આમરણ, બેલા, ઝીંઝુડા, સામપર તથા જોડીયા તાલુકાના માવના ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.