મોરબીમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબીમાં દિવસે દિવસે ક્રાઈમરેટમા વધારો થઈ રહ્યો છે અને લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં મહિલાના દેર અને તેના મિત્રને એક શખ્સ સાથે દોઢેક માસ પહેલા ઝઘડો થયો હોય તે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ કાર કુહાડી, છરી, તલવાર, જેવા હથીયાર લઈ આવી મહિલા તથા તેના સાથીઓને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે શોભેશ્વર રોડ કુબેર ટોકિઝની પાછળ મફતીયાપરામા પાણીની ટાંકી પાસે રહેતા સંગીતાબેન વિનોદભાઈ શીરોયા (ઉ.વ.૨૫) એ આરોપી આરીફભાઈ અબ્દુલભાઇ મિયાણા રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા મોરબી, ઈકબાલ, અલ્તાફ, સાગીર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૭-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીના દિયર રાહુલ તથા તેના મિત્ર વિશાલ સાથે આરોપી આરીફભાઇને દોઢેક માસ પહેલા ઝઘડો કરેલ હોય જે વાતનુ મનદુખ રાખી આરોપી આરીફ તથા તેના સગા સંબધીઓ નામે ઈકબાલ તથા અલ્તાફ તથા સાગીર સાથે ફોર વ્હીલ ગાડીઓમાં તલવાર છરી કુહાડી લાકડા ના ધોકા જેવા હથીયારો લઈ આવી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર સંગીતાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૬(૨), ૫૦૪,૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.