સદીઓથી ભારતીય ઘરોમાં કાંસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેલ ધાતુ કહેવામાં આવે છે અને તે પિત્તળનું સંશોધિત સ્વરૂપ છે. તેમાં થોડું તાંબુ અને ટીન પણ હોય છે. કાંસુ એ એક ધાતુ છે જે ખૂબ જ સરળતાથી મળી શકે છે, પરંતુ તેની લોકપ્રિયતા એ નથી કે તે સરળતાથી મળી આવે છે, પરંતુ તેની લોકપ્રિયતા એટલે છે કારણકે તે આપણા શરીર માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે. આયુર્વેદના ડોક્ટર દીક્ષા ભાવસારએ કાંસાને લગતી અગત્યની માહિતી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને તે પણ સમજાવ્યું છે કે કાંસ્ય શા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. પિત્તળના વાસણમાં પાણી પીવું, કાંસાની થાળીમાં ખોરાક ખાવાનું એ શા માટે યોગ્ય છે. તો ચાલો જાણીએ શા માટે કાંસ્ય ખૂબ જ સારું સાબિત થઇ શકે, સાથે જ જાણીએ કાંસાના ફાયદા.
કાંસાનો ઉપયોગ મગજને તેજ બનાવે છે.
આયુર્વેદમાં, ‘કંસ્યમ બુદ્ધિવર્ધકમ્’ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે કાંસાનો ઉપયોગ મગજને તેજ બનાવે છે. એવું માનવામાં આવે છે કે જો કાંસા નો ઉપયોગ રોજ ખાવા અને પીવા માટે કરવામાં આવે તો તે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ સુધારે છે કારણ કે કાંસાથી ખાવાનું શુદ્ધ થાય છે.
કાંસાના વાસણમાં જમવાનું ગરમ રહે છે.
કાંસ્યનાં વાસણો લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. ધાતુના ગુણધર્મો વિશે વાત કરતા, તે ગરમીનો સારો વાહક છે અને ગરમી ખૂબ જ લાંબા સમય સુધી જાળવી રાખે છે. આ ખોરાકને લાંબા સમય સુધી ગરમ રાખી શકે છે.
કાંસાના વાસણો સૂક્ષ્મજંતુઓનો નાશ કરે છે
ડોક્ટર મુજબ પિત્તળના વાસણોમાં જંતુનાશક ગુણધર્મો હોય છે જે કાંસાના પ્રકાર પર આધારિત છે. તે ખોરાકના સંપર્કમાં આવતાની સાથે જ કેટલીક મિનિટથી લઇ થોડા કલાકોમાં ખોરાકના બેક્ટેરિયાને મારી શકે છે.
કાંસાનું પાણી પીવાથી શું ફાયદો થાય ?
આયુર્વેદ મુજબ કાંસામાંથી સકારાત્મક ચાર્જ પાણીમાં જાય છે. જો તમે કાંસાના વાસણમાં 8 કલાક પાણી રાખ્યું હોય અને તે પીવો, તો તે આપણા શરીરના ઘણા દોષોને સમાપ્ત કરે છે. તેથી એવું કહેવામાં આવે છે કે કાંસાના વાસણમાં પાણી પીવું વધારે ફાયદાકારક છે.