મોરબીના રવાપર રોડના ઘરમાંથી રંબેરંગી ‘ક્યારા’ પોપટ ગુમ થતા જેને મળે તેને પરત કરવા જણાવાયું
મોરબી: ઘણા લોકો પશુ,પંખી પાળતા હોય છે અને પશુ પંખી પણ પરિવાર સાથે હળભળી જતા હોય છે,કુટુંબના દરેક સભ્ય આ પાલતુ પ્રાણી સાથે પરિવારના સભ્યની જેમ વર્તન કરતા હોય છે ખાવા પીવાનું ધ્યાન રાખતા હોય છે. ત્યારે રવાપર રોડના લીલા લહેરની સામે રહેતા ડેનિશભાઈ પટેલને ત્યાં *ક્યારા* નામનું રંગબેરંગી પક્ષી પોપટ છેલ્લા ત્રણ વર્ષથી ઘરના સભ્યની જેમ હળીભળી ગયું હતું.ઘરના દરેક સભ્યને ક્યારા નામથી બોલાવતી હતી પણ ગત રાત્રે 9.00 વાગ્યાના સુમારે ઘરમાં માત્ર દાદી એકલા ઘરે હતા અને કંઈક અવાજ થતા ક્યારા ડરી ગઈ અને એક નાની બારી ખુલ્લી હોય એમાંથી ઉડી ગઈ જે કોઈને પણ આ ક્યારા પક્ષી મળ્યું હોય અથવા કોઈના ઘરે આવ્યું હોય તો ડેનિશ પટેલના ફોન નંબર 9870086967 પર સંપર્ક કરવા જણાવાયું છે.