મોરબીના પંચાસર રોડ પર બિલ્ડીંગ પરથી નીચે પટકાતા માસુમ બાળકીનું મોત
મોરબી: મોરબીના પંચાસર રોડ પર આવેલ નાની કેનાલની બાજુમાં નવી બનતી બીલ્ડીંગ પરથી નીચે પટકાતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનાક્ષીબેન રાજુભાઇ પારગી (ઉ.વ.૧.૫) રહે. પંચાસર રોડ નાની કેનાલની બાજુમાં તા.જી. મોરબીવાળી મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલની પાસે નવી બનતી બીલ્ડીંગના પ્રથમ માળેથી રમતા રમતા સીડી ઉપરથી પડી જતા સોનાક્ષી નામની માંસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.