મોરબીના ધુળકોટ ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ ગામે બે પક્ષો વચ્ચે બબાલ થતા બંને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયા (ઉ.વ.૩૫) એ આરોપી દીનેશભાઈ મનજીભાઈ વાઘેલા, નટુભાઈ મનજીભાઈ વાઘેલા, મુળીબેન મનજીભાઈ વાઘેલા રહે. બધા ધુળકોટ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદી એ ભાગવુ રાખેલ ખેતરમાં માટીનો ઢગલો કરેલ હોઇ જે માટીનો ઢગલો કેમ કરેલ છે તેમ કહી તે બાબતનો ખાર રાખી આરોપી દીનેશભાઈ તથા નટુભાઈએ ફરીયાદી તથા સાથી રવજીભાઇ જીવાભાઇ ચોટલીયા ને લાકડી વડે મારમારી રવજીભાઇ ના હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરી ગાળો આપી તેમજ આરોપી મુળીબેનએ હંસાબેનને ઢીકાપાટુ મારી ગાળો આપી હતી જેથી ભોગ બનનાર રાકેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા મુળીબેન મનજીભાઈ વાઘેલા (ઉ.વ.૬૭) એ આરોપી રાકેશભાઈ મનસુખભાઇ ચોટલીયા રહે. ધુળકોટ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીએ આરોપીને અમારા ખેતર હમાં જવાનો રસ્તો કેમ બંધ કરેલ છે તેમ કહેતા આરોપીએ આ બાબતનો ખાર રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડી ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનનાર મુળીબેનએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.