મોરબી: મોરબીના શકત શનાળા ગામ રાજકોટ હાઇવે પર થ્રીલ એન્ડ ચીલ ગેમઝોનમા માણસોની જીંદગીની સલામતી માટે નિયમ મુજબના કોઈ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા થ્રી એન્ડ ચીલ ગેમઝોનના માલિક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી ઉમીયા ચોક પાસે શાસ્ત્રીનગરના ચબુતરા પાસે રહેતા અને મામલતદાર કચેરી મોરબી ગ્રામ્યમા ઇન્ચાર્જ સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ ગણેશભાઈ ગામી (ઉ.વ.૩૪) એ આરોપી મિલનભાઈ વાલમજીભાઈ ભાડજા રહે. મોરબી રામકો બંગ્લો પાછળ દેવપેલેસ ફ્લેટ નં -૬૦૧ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૫-૨૦૨૪ ના રોજ આરોપીએ રાજકોટ રોડ ઉપર બે માળનુ પતરાના સેડ વાળુ થ્રીલ એન્ડ ચીલ નામનું ગેમઝોન ચલાવતા હોય જે ગેમઝોનમાં માણસોની જીંદગીની સલામતી માટેના નિયમ મુજબના કોઇ સાધનો નહી રાખી બેદરકારી રાખી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા મળી આવતા ગુનો કર્યો હતો જેથી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૩૬, જીપી એક્ટ કલમ -૧૩૧એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જેતપર ગામે વણકર વાસમાં પોતાના રહેણાંક મકાને ગરમ પાણી કરતી વખતે સાડીમાં આગ લાગી દાઝી જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ગીતાબેન પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૩૬) નામની પરિણિતા જેતપર ગામે પોતાના રહેણાંક મકાને ફળીયામાં પાણી ગરમ કરવા સારૂ ચુલામાં આગ પેટાવેલ હોય જે આગમાં પોતાની સાડીનો છેડો...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ધ્રુવનગર ગામ નજીક મામાદેવના મંદિર સામે રોડ પર અલ્ટો કારે હડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટના પરા પીપળીયા ગામે રહેતા અર્જૂનદાન શક્તિદાન બાટી (ઉ.વ.૨૮) એ આરોપી...
મોરબીના ગાંધી ચોકમાં આવેલ ભારત પેટ્રોલિપંપમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ વૃદ્ધનુ એક્ટીવા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર હાઉસીંગ બોર્ડ રામજી મંદિર વાળી શેરીમાં બ્લોક નં -૬૭૭ માં રહેતા મહીપતસિંહ લખુભા ઝાલા (ઉ.વ.૫૮) એ આરોપી...