Sunday, October 27, 2024

વાંકાનેર તથા ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ/ધાડના ગુનામાં છેલ્લા 26 વર્ષથી નાસતો ફરતો ઈસમ જામનગરથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પો. સ્ટે. આઇ.પી.સી.કલમ- ૩૯૪, ૧૧૪ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ફકરૂ રહે. માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો હાલે જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાં રહેતો હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા લુંટ/ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયા ફકરૂભાઇ વાખલા ઉ.વ.૬૫ રહે.માલ ફળીયા માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો મળી આવતા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ. મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

તેમજ મજકુર આરોપી દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે. આઇ.પી.સી. કલમ ૩૯૫,૩૯૭ મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય પકડવા ઉપર બાકી હોય આગળની ઘટીત કાર્યવાહી અર્થે ભાણવડ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.

આમ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં રોકડ રૂ.૧૦,૦૦૦/-ના ઇનામી જાહેર થયેલ એમ કુલ -૨ ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર