મોરબીના રણછોડનગરમાથી વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી નવલખી રોડ રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમા બારે માસ જુગાર રમતા હોય તેવું લાગી રહ્યું છે દરરોજ મોરબી પોલીસ દ્વારા મોરબી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી જુગારીઓને પકડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નવલખી રોડ રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા લખી જુગાર રમી રમાડતા આરોપી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા (ઉ.વ.૪૭) રહે. મોરબી નવલખી રોડ રણછોડનગર સાંઈબાબા મંદિર વાળી શેરી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૩૩૬૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૪૦૦૦ મળી કુલ કિં રૂ. ૭૩૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક ઈસમ વિનુભાઈ ચાવડા રહે. રણમલપુર તા. હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.