પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબી કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
મોરબી: સમગ્ર દેશ વિદેશમાં આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે ત્યારે મોરબી કોર્ટમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.
આજે પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે ૫ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. આ દિવસે આપણી પૃથ્વી પર રહેલી પ્રકૃતિક સંપદાની જાળવણી અને સંભાળ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબી કોર્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. અને લોકોને વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા સંદેશ આપ્યો હતો.