Friday, February 28, 2025

વાંકાનેરના શેખરડી ગામે જૂથ અથડામણ, તિક્ષણ હથીયારો વડે હુમલામાં આઠથી વધુ ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જુના મનદુઃખ સાથે બાળકોની તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, પાંચ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા, તપાસનો ધમધમાટ શરૂ

વાંકાનેર તાલુકાના શેખરડી ગામ ખાતે આજે સાંજના સમયે જુના મનદુઃખ તથા બાળકોની તકરારે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઈ હતી, જેમાં તિક્ષણ હથીયારો વડે એકાબીજા પર હુમલો કરાતા આઠથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે

જેમાં બંને પક્ષોમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મનસુખભાઇ વાટુકીયા, બાબુભાઈ વાટુકીયા, સપનાબેન વાટુકીયા, પરબતભાઇ વાટુકીયા તથા અમરશીભાઈ મકવાણાને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અમરશીભાઈ પટુ મકવાણા, ભુપતભાઇ અમરશીભાઈ મકવાણા, વિનોદભાઈ ભલાભાઈ મકવાણા તથા બે મહિલાને સારવાર અર્થે હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર