ટંકારાના લજાઈ ગામે પ્રભાત પેકીંગ ઇન્ડસ્ટ્રીઝમા પંચીગ મશીનની પ્લેટમાં આવી જતા યુવકનું મોત
ટંકારા: ટંકારાના હડમતીયા રોડ પર લજાઈ ગામે ઉમા કોટનની બાજુમાં આવેલ પ્રભાત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝમા પંચીગ મશીનનની પ્લેટમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ શિબાશંકર બિજયકુમાર ટુંગ (ઉ.વ.૧૯) મૂળ રહે. ઓડીશા હાલ રહે. પ્રભાત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝમા ઉમા કોટનની બાજુમાં હડમતીયા રોડ લજાઈ તા. ટંકારાવાળા તા-૩૦/૦૫ /૨૦૨૪ ના સાંજના પોણા આઠેક વાગ્યાના અરસામા પ્રભાત પેકીંગ ઇન્ડસ્ટ્રીઝમા કામ કરતા પંચીગ મશીનની પ્લેટમા પોતાનો છાતીનો ભાગ આવી જતા અંદરની ગંભીર ઇજા થતા સારવાર સારૂ મોરબી ખાનગી હોસ્પીટલમા લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.